Posts

Showing posts from January, 2024

Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે.

Image
      Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે. તારીખ 29-01-2024નાં દિને ચીખલી તાલુકાના ચિતાલી ગામ ખાતે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત  ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ધોડિયા સમાજના અતિ મહત્વના સ્થાનક અને શ્રદ્ધાના કેન્દ્રના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય  આપવા બદલ સમાજના આગેવાનોને નતમસ્તક રહી ધારાસભ્ય નરેશભાઈ પટેલે હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

Image
      Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે  ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના  યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા. તારીખ ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરનાં નાની વહિયાળ ગામે વકિલ અંકિત અને એકતાના લગન આદિવાસી સંસ્કૃતિ મુજબ યોજાયા હતા. જેમાં આદિવાસી પરંપરા રીતરિવાજ મુજબ વિધિ, આદિવાસી વાજિંત્ર તૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર પ્રિતેશભાઈ પટેલ, નિવૃત્ત બેન્ક કર્મચારી ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત ઈજનેર રાજુભાઈ પટેલ, આદિવાસી અગ્રણી સામજિક કાર્યકર કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

Republic day celebration 2024

Image
 

Khergam : ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Image
  Khergam : ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.  આપણો પ્રજાસત્તાક દિવસ આપણા અસ્તિત્વનો દિવસ છે. આજે ભારત એક હતું, આજે ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ દોહરાવવાનો છે. ચાલો આપણે બધા ભારતીયો આપણા અસ્તિત્વનો જયજયકાર કરીએ, ચાલો આપણે બધા ભારતીયો સમગ્ર વિશ્વમાં ભારત માતાનો જયજયકાર કરીએ. ધારાસભ્યશ્રી : નરેશભાઇ પટેલ

ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

     ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન.

Image
    Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન. ખેરગામ ઈલેવન પાંચ રનથી વિજેતા. બેસ્ટ બેટ્સમેન ઋતિક પટેલ જાહેર. ચીખલી તાલુકાના કલયારી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર છેલ્લા ૨૪ વર્ષથી ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોડિયા સમાજની ૧૭૨ ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલની અંતિમ મેચમાં ખેરગામ ઇલેવન અને સારણ ઈલેવન વચ્ચે ફાઈનલનો જંગ ખેલાયો હતો.  જેમાં ખેરગામ ઇલેવનની ટીમે પ્રથમ બેટિંગ કરી ૬ ઓવરમાં ૬૦નો ટાર્ગેટ સારણ ઇલેવનને આપ્યો હતો. સારણ ઈલેવન ૫૫ રન ઉપર સમેટાઈ જતા પાંચ રનથી વિજય મેળવી ખેરગામ ઇલેવન ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન ઋતિક પટેલ રહ્યો હતો.  જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા વિજેતા ટીમ અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ વિતરણ કર્યું હતું. ટૂર્નામેન્ટમાં ખેરગામ ઇલેવન ચેમ્પિયન બનતા ખેરગામ પંથકના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના

    વાંસદાવિધાન સભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Chikhli : રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ BLO ની પસંદગી થવા બદલ વાંઝણાનાં શિક્ષકને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Image
      Chikhli : રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ BLO ની પસંદગી થવા બદલ વાંઝણાનાં શિક્ષકને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. ચીખલી તાલુકાની  ( રા. વિ. કુમાર વાંઝણા)નાં ઉપ શિક્ષકશ્રી મહેશભાઈ ભગુભાઈ પટેલ રાજ્યભરના તમામ બુથ લેવલ ઓફિસરમાં તેઓ "રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર" (BLO) તરીકેની પસંદગી થવા પામ્યા છે. જે નવસારી જીલ્લાના તમામ શિક્ષકો માટે ગૌરવની બાબત ગણાય છે. જે માટે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ શ્રી મહેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

Mahuva: વસરાઇ ધોડિયા સમાજ ટુર્નામેન્ટ.

Image
 Mahuva: વસરાઇ ધોડિયા સમાજ વોલીબોલ ટુર્નામેન્ટ.

ઝરી ગામે સને 1951 માં સ્થાપના થયેલ શ્રી રામ મંદિર ખાતે વાંસદાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલે શ્રીરામની આરતી કરી.

  Vansda: તારીખ: ૨૨-૦૧-૨૦૨૪નાં દિને ઝરી ગામે સને 1951 માં સ્થાપના થયેલ શ્રી રામ મંદિર ખાતે વાંસદાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલે શ્રીરામની આરતી કરી.

Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ.

Image
                     Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ. " સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ " વસરાઈ તા. મહુવા ખાતે પ્રથમ વખત ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગનું આયોજન દિશા ધોડિયા સમાજ ના સ્પોર્ટસ યુનિટદ્વારા કરવામાં આવ્યુ હતું. ધોડિયા સમાજ નાં સુરત તાપી નવસારી વલસાડ વ્યારા વાંસદાના શ્રેષ્ઠ દસ ટીમના ખેલાડીઓ નું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન ટીમો દ્વારા થયું હતું જેમાં બોરીયા ગામનાં પ્લેયર વિશાલ શંકર ભાઈ પટેલનું સ્વિમિંગમાં નેશનલ સુધી બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરાયું હતું . મહુવા તાલુકાનું બોરીયા એક એવું ગામ છે. જે સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ ગામમાંથી સ્પોર્ટ્સ ટેલેન્ટ થકી કેટલાય યુવાનોને નોકરી લાગી છે. અને સ્પોર્ટસ કલ્ચર વિકસાવવામાં બહુ મોટો ફાળો છે. એવી યુવા પ્રતિભાનું સન્માન થયું હતું. ટુર્નામેન્ટમાં સાગર કોસંબા ની ટીમ ચેમ્પિયન અને સુપર પાવર ખરોલીની ટીમ રનર્સ અપ બની હતી મોન્ટુ કોસંબા બેસ્ટ શુટર અને બેસ્ટ ડીફેન્ડર જીગ્નેશ બોરીયા થયા હતા. આટીમ અને પ્લેયરને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારનાં આગેવાનો શ્રી રાકેશભાઈ પટેલ બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી તુષારભાઈ પટેલ સુ. ફે

વસરાઇ ધોડિયા સમાજભવન નવ નિર્માણ માટે મહુવા વાઘેશ્વરના દાતાશ્રી કલ્પેશભાઇ પટેલ તરફથી ₹ ૫,૫૫,૫૫૫ રૂપિયાનું મળેલ દાન.

Image
      વસરાઇ ધોડિયા સમાજભવન નવ નિર્માણ માટે મહુવા વાઘેશ્વરના દાતાશ્રી કલ્પેશભાઇ પટેલ તરફથી ₹ ૫,૫૫,૫૫૫ રૂપિયાનું મળેલ દાન. સમાજ માટે હું શું કરી શકું ? આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફળસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં )જમીન લોકાર્પણ (૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪ માં)વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ-વોલીબોલ-ટેનિસ  તેમજ રનિંગ ટ્રેક સાથે ) બનીને તૈયાર થયું છે. વસરાઇ ગામ હવે ધોડિયા સમાજનું કાયમી સરનામું બની ચુંકયું છે. (અહીં આવનારા સમયમાં લોકહિતનાં ૬૨ જેટલા પ્રોજેકટો સાકાર થશે.) શ્રી કલ્પેશભાઈ કે.પટેલ મૂળ વાઘેશ્વર તા.મહુવા (હાલ USA) ધર્મપત્ની શ્રીમતી હેતલબેન મૂળવતન કલકવા - ડોલવણ) એમનાં સંતાન આરવ - અવ્યાંશ-પરિવારજનો. જેઓ ડૉ. નિતિનભાઈ (મઘર કેર હોસ્પિટલ બારડોલી )નાં નાના ભાઈશ્રી કલ્પેશ પટેલ તરફ થી (૫,૫૫,૫૫૫ /- પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન )નું દાન મળ્યું છે. ડૉ. નિતિન પટેલનાં પરિવારનું ગત  વર્ષનું (૨૦૨૨ -૨૩નું) (૨૨,૨૨,૨૨૨ /- બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસનું માતબર દાન મળી ચુક્યું છે.) આપણા વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સમાજના શુભચ

મહુવાની વાઘેશ્વર પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાની અધ્યક્ષતામાં ઉજવાયો.

Image
  મહુવાની વાઘેશ્વર પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાની અધ્યક્ષતામાં ઉજવાયો. મહુવા તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકની વાઘેશ્વર પ્રાથમિક શાળાનો ૭૦મો સ્થાપના દિવસ મહુવા ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાના અધ્યક્ષતામાં ઉજવાયો હતો.શાળા પરિવાર દ્વારા મોહનભાઈ ધોડિયાનું પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના ૭૦ વર્ષ પૂરા થતા રંગારંગ કાર્યક્રમ સાથે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. શાળાની કૃતિઓમાં આદિવાસી નૃત્યની ઝલક જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે મહુવાના માનનીય ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા ઉપસ્થિત રહ્યા હતા. અને શાળા પરિવાર અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

ધોડિયા સમાજના અગ્રણી અને ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના પ્રમુખશ્રીની ઓચિંતી વિદાયથી ધોડિયા સમાજમાં ગમગીની છવાઈ.

Image
   અશોકભાઈ જે. પટેલ જે  ગામ ખુડવેલ. ચીખલી જિ.નવસારીના રહેવાસી હતા. જેઓ સેલવાસમાં જેલર તરીકે ફરજ બજાવી નિવૃત્ત  થયા હતા. જેમનું હિધુળીયા કુળ છે. જેમણે સમાજ સેવાનું પણ ઘણું કાર્ય કર્યું છે. જલારામ સેવા ટ્રસ્ટ અને 5 વર્ષથી ધોડિયા જીવનસાથી પસંદગી મંચના પ્રમુખ હતા.અને તેમણે વિધવા,વિધુર કે નવા લગ્ન ઈચ્છુક  યુવાન યુવતીઓ માટે ઘણી જગ્યાએ પસંદગી મેળાનું આયોજન પણ કરેલ છે. આદિવાસી યુવક યુવતીઓના શિક્ષણ માટે તેઓ સતત ચિંતનશીલ હતા. શ્રી અશોકભાઇ છગનભાઇ પટેલ, રહે. શ્રી જલારામ સાંઇનાથ મંદિર સંકુલ, બાવીસા ફળિયા, ઉમરકોઇ રોડ, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, સેલવાસ પીનઃ ૩૯૬૨૩૦  સંપર્ક નંબર: ૯૯૨૪૦૯૯૬૦૧, ૯૫૧૦૧૦૧૩૨૫

મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું.

Image
 મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું. 74 ગામોમાં વસવાટ કરતા પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મરલા (ભાવજી ફળિયા) ગામે ધોડિયા સમાજના વળવી ગરાસિયા કુળનું 25મું (રજત જયંતિ વર્ષ) વાર્ષિક સ્નેહ મિલન સંમેલન કુળના પુત્રવધુ ડૉ. અમીયાબેન અર્પણભાઈ- પ્રમુખ અને ગોલ્ડમેડલ મેળવનાર ધનુબેન નિમલભાઈ- ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયું.  કુળના મહાનુભાવોનું સ્વાગત શૈલેશભાઈ રણછોડભાઈના ઘરેથી સંમેલનના સ્થળ સુધી વાજતે ગાજતે અને કુળ પરિવારના સભ્યોનું સ્વાગત બાળાઓએ ગીત અને આદિવાસી નૃત્ય દ્વારા સૌને અભિભૂત કરી દીધા હતા.આ સંમેલન વળવી ગરાસિયા કુળના પ્રમુખ બાલુભાઈ નવલાભાઈ, ઉપપ્રમુખ અમ્રતભાઈ નિછાભાઈ ગોપાળભાઈ નારણભાઇ સંમેલન સફળ રીતે યોજાયું હતું.આ સંમેલનમાં વળવી ગરાસિયા કુળના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વ્યક્તિઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતાં. સમગ્ર વળવી ગરાસિયા કુળના 74 ગામોમાં વસવાટ કરતા પરિવારોએ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઇ.

Image
    સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી  કરાઇ. ૧૩-૧ -૨૦૨૪ શનિવારના દિને સુરત જિલ્લાના વસરાઇ તા.મહુવા મુકામે દ્વિતિય આદિવાસી સાંસ્કૃતિક વારસાનાં નૃત્યોની ઝલક દ્વારા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પચાસ હજારથી વધારે માણસોની હાજરીએ યોજાયેલ કાર્યક્રમમાં આસામ -લેહ લદાખ - છત્તીસગઢ - રાજસ્થાન- મહારાષ્ટ્ - મધ્યપ્રદેશ -તેલંગાણા - ગુજરાતની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો.  પારંપરીક વસ્ત્રો પરિધાન વાદ્યો અને ટ્રેડીશનલ નૃત્યો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેશભરના ટ્રાઇબલો ની સ્થિતિ અને સામુદાઇક સ્વાવલંબન થીમ પર યોજાએલ કાર્યક્રમ માં રાજસ્થાન દિલ્હી પશ્ચિમ બંગાળા ઓરિસ્સા તેલંગાના મધ્યપ્રદેશ જેવા ૧૪ રાજ્યોના પ્રતિનિધિમંડળો વચ્ચેનો સંવાદ અને વકતવ્યો દ્વારા સંસ્કૃતિક  આદાનપ્રદાન  દ્વારા આદિમ જીવનમૂલ્યો  કેન્દ્રમાં આખો કાર્યક્રમ આદિવાસીઓનાં શાંત અલગ અને સંઘર્ષપૂર્ણજીવન સાથે જીવન વિતાવે છે. અને ભવિષ્યનાં પડકારો આ વિષય સંવાદસાથે કાર્યક્રમપૂર્ણ થયો હતો. કાર્યક્રમનાં સ્થળે એકદિવસ માટે માત્ર ટ્રેડીશનલ ખાવાનું એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ખાવાનું સાદુ તેલ અ

बरमदेव - धोडिया जनजातियों का एक सांस्कृतिक दस्तावेज

 बरमदेव - धोडिया जनजातियों का एक सांस्कृतिक दस्तावेज प्रकृति में कुछ स्थायी मूल्य होते हैं। उनमें से एक है कीमत का डर. आदिमानव ने अपने जीवन में प्राकृतिक शक्तियों के भय के साथ-साथ अन्य प्रभावशाली एवं अप्रत्याशित कारकों का भी अनुभव किया, आदिमानव ने प्रकृति के विभिन्न तत्वों की पूजा एवं आराधना प्रारंभ कर दी, भय अथवा उदासीनता के कारण उसने देवी-देवताओं जैसी शक्तियों की कल्पना की एवं घर के आँगन में, गाँव में उनकी पूजा की जाती थी, नदियों और झीलों के किनारे या पहाड़ की गुफाओं में उनकी मूर्तियाँ और स्थान बनाए जाते थे। प्राचीन काल से शुरू हुई पूजा की यह परंपरा आज भी आदिवासी समाज में देखी जाती है। मानव जीवन को प्रभावित करने वाले दो सबसे प्रभावशाली कारक हैं: 1. धर्म और 2. शिक्षा। धर्म द्वारा निर्मित वातावरण समाज की नैतिकता और प्रथाओं को आकार देता है। यह उस समाज के रीति-रिवाज, रीति-रिवाज, देवी-देवताओं से जुड़ी मान्यताएं, मंत्र तंत्र और भूत-प्रेत की मान्यताएं आदि पर निर्भर करता है। वे समाज के देवता हैं। बारामदेव में आस्था रखने वाली प्रमुख जनजातियाँ धोडिया, नायक, कुंकणा, धनका, वार्ली, कोलचा और हलपति

ढोडिया जाति

Image
धोडिया जाति में अन्य समाजों की तुलना में एक अनोखी जाति व्यवस्था है। जाति संगठन एक इकाई के रूप में काम करता है। कहा जाता है कि जब धोडिया के लोग आजीविका के लिए धूलिया से दक्षिण गुजरात के इलाके में चले गए, तो उनके कारवां में 56 लोग थे। 56 सहेदारों के विभिन्न परिवारों के 56 कुल थे। समय के साथ, अलग-अलग व्यवसायों और अन्य समाजों के विभिन्न प्रकार के लोगों के साथ बातचीत के कारण, लोगों के विभिन्न समूहों को अलग-अलग नामों से जाना जाने लगा और उसी से उनके कबीले के नाम भी अस्तित्व में आए। प्रणाली के हिस्से के रूप में, कुलों को विभाजित किया गया। जाड़ा नाम धारण करने के साथ ही गोत्रों की संख्या बढ़ती गई। आज ढोडिया जाति के लोगों में 56 के बजाय लगभग 240 गोत्र विद्यमान हैं। इसके अलावा, उनके पास अपने-अपने गोत्रों का एक अनूठा सक्रिय संगठन है। धोडिया जाति में गोत्र न्यायिक पैनल के रूप में भी कार्य करता है। कबीले के सदस्यों के बीच होने वाले छोटे-मोटे विवादों को भी कबीले के नेताओं और सदस्यों के साथ मिलकर सुलझाया जाता है। प्रत्येक कबीले का एक मुखिया होता है, जिसे ढोडिया लोग "पटेल" के नाम से जानते हैं।