ધોડિયા સમાજના અગ્રણી અને ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના પ્રમુખશ્રીની ઓચિંતી વિદાયથી ધોડિયા સમાજમાં ગમગીની છવાઈ.
અશોકભાઈ જે. પટેલ જે ગામ ખુડવેલ. ચીખલી જિ.નવસારીના રહેવાસી હતા. જેઓ સેલવાસમાં જેલર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. જેમનું હિધુળીયા કુળ છે. જેમણે સમાજ સેવાનું પણ ઘણું કાર્ય કર્યું છે. જલારામ સેવા ટ્રસ્ટ અને 5 વર્ષથી ધોડિયા જીવનસાથી પસંદગી મંચના પ્રમુખ હતા.અને તેમણે વિધવા,વિધુર કે નવા લગ્ન ઈચ્છુક યુવાન યુવતીઓ માટે ઘણી જગ્યાએ પસંદગી મેળાનું આયોજન પણ કરેલ છે. આદિવાસી યુવક યુવતીઓના શિક્ષણ માટે તેઓ સતત ચિંતનશીલ હતા.
શ્રી અશોકભાઇ છગનભાઇ પટેલ, રહે. શ્રી જલારામ સાંઇનાથ મંદિર સંકુલ, બાવીસા ફળિયા, ઉમરકોઇ રોડ, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, સેલવાસ પીનઃ ૩૯૬૨૩૦
સંપર્ક નંબર: ૯૯૨૪૦૯૯૬૦૧, ૯૫૧૦૧૦૧૩૨૫
Comments
Post a Comment