ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ

  ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ

સંક્લ્પ એજયુકેશન ગૃપનાં વોટ્સ એપના નવ ગૃપમાં લગભગ 8000 હજાર જેટલા સભ્યો જોડાયેલ છે. જેમના સહયોગ થકી સમાજમાં ભણતાં ગરી બ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં હાલ આ સહાય 20,000ની મર્યાદામાં આપવામાં આવે છે. વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા બાળકોની માહિતી ગ્રુપમાં જોડાયેલ જે તે વિસ્તારના સભ્ય દ્વારા આપવામાં આવે છે. ત્યાર બાદ ગ્રૂપના સભ્યો ભેગા મળી નક્કી કરેલ તારીખે જે તે લાભાર્થીના ઘરે રૂબરૂ જઈ નાણાંકીય સહાય આપવામાં આવે છે. દરરોજના હિસાબનું સરવૈયું ગ્રુપમાં મૂકવામાં આવે છે જેથી ગ્રૂપના દરેક સભ્યો હિસાબ વિશે જાણી શકે.

આ સંક્લ્પ એજયુકેશન ગૃપ નવ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓછા સભ્યોથી શરુઆત થઈ હતી. પરંતુ ગ્રુપની કામગીરીથી પ્રોત્સાહિત થઈ લોકો જોડાયા હતા. આ ગ્રુપની રચના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભઈ પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ તેમણે સહાય કરવાની શરૂઆત નર્મદા જિલ્લામાં એકી સાથે નવ ઘરોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી તેવા પરિવારોને મદદરૂપ થઈને કરી હતી. ત્યાર બાદ આ સેવારથ અવિરત પણે ચાલુ છે. તેમાં થોડો ફેરફાર કરી હવે આદિવાસી સમાજના આર્થિક રીતે નબળાં બાળકોને જ મદદરૂપ થવાનું નક્કી કરવામાં આવેલ છે.

મીનેષભાઇ પટેલે જણાવ્યું હતું કે આ સંક્લ્પ એજયુકેશન ગ્રૂપની સિદ્ધિનો યશ કોઈ એક સભ્યને ન કારણે નહીં પરંતુ આઠ ગ્રૂપના તમામ સભ્યોને ફાળે જાય છે ની વાત જણાવી હતી.

આજે આ ગ્રુપમાં શિક્ષકો, વેપારી વર્ગ, અઘિકારી વર્ગ, પોલીસ. સૈનિકો, પંચાયતનાં કર્મચારીઓ, વિદ્યુત બોર્ડના કર્મચારીઓ, ખેડૂતો, નિવૃત્ત કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે જોડાઈને તેમના ઘરે કોઈ પણ સભ્યની  બર્થ ડે હોય કે પુણ્યતિથિ હોય તેવા સમયે તેઓ તેમની યથાશકિત 100 રૂપિયા થી લઈને 5000 હજાર રૂપિયા સુધીની સહાય કરે છે. આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્યે નવ જાગૃતિનું સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય.


Comments

Popular posts from this blog

ढोडिया जाति

बरमदेव - धोडिया जनजातियों का एक सांस्कृतिक दस्तावेज

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.