સુરખાઈ (ચીખલી) : સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ
સુરખાઈ (ચીખલી) : સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ આપણે સૌ જાણીએ છીએ કે બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના શાણા લોકો, સંગઠનો, રાજકીય નેતાઓ અને સમાજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના મંચ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરી, ત્યારથી સંયુકત રાષ્ટ્ર સંઘ અંતર્ગત અનેક કાર્યક્રમો-અભિયાનો થયા છે. માનવીના ઉત્ક્રાંતિના અલગ અલગ તબકકાઓ કરતા ઔધોગિક ક્રાંતિ પછી આપણે જળ-જંગલ-જમીન અને ખનીજના અમર્યાદિત દહનથી પર્યાવરણનું સંતુલન બગાડયુ, જેનાથી સમગ્ર સૃષ્ટિમાં આવનારા સંકટો અંગે વૈશ્વિક જાગૃતિ થાય તે માટે સને ૧૯૭૨માં સંયુકત રાષ્ટ્ર સંઘે ૫ જુને વિશ્વિ પર્યાવરણ દિવસની ઘોષણા કરી અને એની પ્રથમ ઉજવણી ૧૯૭૩ માં ' એકમાત્ર પૃથ્વી ” (ONLY ONE EARTH) ના થીમ (વિષય) પર કરવામાં આવી. ત્યાર પછી દર વર્ષે અલગ અલગ વિષયો પર આવી ઉજવણી અનેક સ્તરે થતી રહી છે. આ વર્ષે " સંયુકત રાષ્ટ્ર સંઘ ' આ દિવસની વૈશ્વિક ઉજવણી '' આપણી જમીણ આપણું ભવિષ્ય " (OURLAND OUR FUTURE) વિષય પર સાઉદી અરેબિયા કરી રહેલ છે. હાલ વિશ્વમાં ગ્લોબલ વોર...