Posts

ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.

Image
           ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં. બહુધા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો 'મહા' મહિના દરમિયાન અવસાન પામેલ વ્યકિતઓ માટેની છેલ્લી વિધિ 'ઉજવણાં' ધરે છે. પરંપરાગત આ વિધિને 'પરજણ' પણ કહે છે. ધોડીઆ આદિવાસીઓ માં જ જોવા મળતી આ પરંપરા અનુસાર એમની માન્યતા એવી છે કે 'સગા' દ્વારા આ વિધિ કરાય એના થકી જ મૃતાત્માને સદગતી મળી શકે. ધોડીઆ ભાષામાં એક જ કુળના એટલેકે એક લોહીના હોય એ 'સગા' અને અન્ય સગા સંબંધી હોય એમને 'પોતિકા' કહેવાય છે.  ઉજવણાંનો મહિનો એટલે કે 'મહા' મહિના ટાણે અલગ અલગ કુળના પટેલિયા એટલે કે આગેવાનો નક્કી કરે એ દિવસે અને સ્થળ પર એકઠા થઈ આ ઉજવણાં ધરાય છે. નદી કિનારો કે કોઈ મેદાની પ્રદેશમાં વિશેષતઃ આ માટે કુળના લોકો ભેગા થાય છે.  ધોડીઆ આદિવાસીઓમાં અઢીસો થી ત્રણ સો જેટલાં કુળ અસ્તિત્વ ધરાવે છે, જેવાં કે કોકણીઆ, કોલા, પાંચબડીઆ, નિતળ્યા, વાંસફોડીઆ, વાડવા, કોદર્યા, માંગીહુંગી ધાડયા, હાથી, શાહુ, અટારા, સાવક, નાગળા, સુવાંગ્યા, ડેલકર, ચટની ચોબડીઆ,...

મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ.

Image
   મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ. નવયુવાન યુગલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ સામજભવન ખાતે યોજાયેલ લગ્નમાં પ્રકૃતિ પૂજા સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું હતું. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં જે બળદગાડામાં લગ્નની જાન લઈ જવામાં આવી હતી એજ બળદગાડામાં યુવાન જાન લઈને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદિવાસી સંસ્કૃતિને અપનાવી પુનઃ તેના અમલ સાથે સંસ્કૃતિ જળવાય રહે તે માટેના પ્રયાસો યુવાનો કરી રહ્યા છે. ત્યારે નવસારી સમાજભવન ખાતે નવયુગલ કિંજલ પટેલ અને નિકુંજ પટેલના લગ્ન લેવાયા હતાં. આ લગ્નમાં બન્ને પક્ષ દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતનના પ્રયાસો કરવામાં આવ્યા છે. પૂજાવિધિમાં પણ પ્રકૃતિ પૂજા જ કરવામાં આવી હતી. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં નરગીસના લગ્ન ટાણે જે બળદગાડામાં જાન આવે એ જ બળદગાડું હાલ પણ હયાત હોય એમાં યુવાન જાન લઈને આવ્યો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાલ તો આદિવાસી સંસ્કૃતિને ટકાવવાની યુવા પેઢી પણ પ્રયાસો કરી રહી છે એ બિરદાવવા લાયક છે. સમયની સાથે કેટલાક બદલાવો થઈ રહ્યા છે આવનારી...

આદિવાસી સમાજનું ગૌરવ: gpsc સહિતની પરીક્ષાઓ પાસ કરી.

Image
   

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

Image
         ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ ક...

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

   વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

ડૉ. પ્રદીપ ગરાસિયા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
     ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજનાં પ્રમુખશ્રી અને સમાજસેવક, ડૉ. પ્રદીપ ગરાસિયા સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ સમાજના ઉત્થાન અને સમાજ જાગૃતિ માટે કાર્ય કરતા રહે એવી આજનાં જન્મ દિવસે વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

Image
   ધોડિયા સમાજના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મણીબેન પટેલને ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મણીબેન બાપુભાઇ ધોડિયા : સ્વાતંત્ર્ય સેનાની  મુ.:વહેવલ તા: મહુવા  જન્મ : ૨૨-૦૨-૧૯૨૨ સ્વર્ગવાસ : ૨૨-૦૨-૨૦૨૩  ૨૨-૨-૧૯૨૨ રોજ જન્મેલા એટલે કે, ૯૭ વર્ષની ઉંમરે પણ સરળ જીવન, સરળ આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મહુવા તાલુકાના વહેવલના મણીબેન બાપુભાઈ ઘોડીઆએ ' કરેંગે યા મરેંગે' ની લડતમાં જુસ્સા પૂર્વક ભાગ લીધો હતો. ત્યારે તો સરકાર વિરુદ્ધ કઈ પણ નારા લગાવતા જેલમાં પણ ગયા હતાં. વિદેશી કાપડ વેચતા વેપારીઓની દુકાન સામે પિકેટિંગ કરવા જતા હતા ત્યારે ઓલપાડથી તેમની ધરપકડ થયેલી અને એમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવેલા.છ મહિના સજા થયેલી પણ જેલ ભરો આંદોલનના પરિણામે જેલમાં ભરાવો થઈ જતા ચાર મહિના બાદ છોડી મૂકવામાં આવેલા. તે સમયે સ્વાતંત્રય સંગ્રામમાં મણીબેનના પતિ બાપુભાઈ કેશવભાઈ ધોડીઆ પણ હતા.  ગાંધીજી, સરદાર અને નેતાજી સાથે કામ કર્યું હતું.