Posts

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Image
Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ...

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

Image
  નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સ...

ડિસિઝન ન્યૂઝના પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

 ડિસિઝન ન્યૂઝના  પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ  આર્થિક સામાજિક રીતે હર હંમેશા સમાજ માટે લોકશાહીનો અવાજ લોકોના મુદ્દાઓ ઉઠાવનાર એવા ડિસિઝન ન્યૂઝના  પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
   Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Khergam| Pratibhashali Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

Image
Khergam| Pratibhashali  Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા. તારીખ 15મી ઓગસ્ટ 2024નાં દિને  ખેરગામ તાલુકાના  શામળા ફળિયા ક્લસ્ટરનાં સદર શાળાના જ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ,ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ, બહેજ ક્લસ્ટરનાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીનાં શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ, પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત અને પાટી ક્લસ્ટરનાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવરને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલુકાનાં પાંચ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ખેરગામ બી આર સી. વિજયભાઈ પટેલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. શામળા ફળિયા ક્લસ્ટર ખેરગામના શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ (SB KHERGAM) ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા...

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Image
સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.

Image
               Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.  સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલ MBBS મેડીકલમાં અભ્યાસ કરે છે.જેમના જન્મ દિવસે  ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. જેથી,ધોડિયા સમાજ ભવન વસરાઈ સંગઠન કુ.ધ્યેય પટેલને જન્મ દિવસની શુભ કામના સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભ કામના પાઠવે છે. અને ઋણ સ્વીકાર કરે છે. HAPPY BIRTHDAY 'DHYEY PATEL'  લિ. દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા દક્ષિણ ગુજરાત વિભાગ