Posts

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
  Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ મ...

બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી.

Image
બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. તારીખ ૨૫-૦૬-૨૦૨૪નાં દિને ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે તેમના ભવિષ્ય અંગે તથા છાત્રાલયમાં તેમને મળતી સુવિધાઓ અને શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ આશ્રમશાળાના નવનિર્માણ પાણી રહેલા મકાનના બાંધકામનું નિરીક્ષણ કર્યું. આજરોજ તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે... Posted by  Naresh Patel  on  Tuesday, June 25, 2024

Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

Image
 Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો. તારીખ : 22-06-2024નાં દિને બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકશ્રી ચંપકભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો. તેમનો  જન્મ વાંસદા તાલુકાનાં વાંદરવેલા ગામે  2જી માર્ચ 1966નાં દિને થયો હતો.  તેમણે પ્રાથમિક શિક્ષણ વાંદરવેલા ગામની ઉતાર ફળિયા વર્ગ શાળામાં ધોરણ 1થી3, વાંદરવેલા મુખ્ય શાળામાં ધોરણ 4થી5, સારવણી શાળામાં ધોરણ 6થી7 અને વી.એસ.પટેલ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે માતાપિતા, શિક્ષક, કુટુંબીજનોના પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ખંડુ ભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર વાપીમાંથી બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્રની પરીક્ષા વર્ષ 1985માં પાસ કરી પી.ટી.સી.ની પદવી મેળવી હતી. તેમણે તા.29-09-1986નાં દિને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, વાંસદા તાલુકાની રવાણિયા ડુંગરી ફળિયા વર્ગશાળામાં પ્રથમ નિમણૂંક મેળવી હતી. ત્યાં તેમણે 12 વર્ષ 2 માસની ફરજ બાદ બદલી થતાં તા.17-06-2000 નાં રોજ  ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિના સમય સુધી સતત 25 વર્ષ બહેજ પ્રાથમિક શાળ...

ખેરગામ તાલુકાના નિવૃત્ત ગ્રંથપાલ કર્મચારીએ તેમનો જન્મ દિવસ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ ઉજવ્યો.

Image
  ખેરગામ તાલુકાના નિવૃત્ત ગ્રંથપાલ કર્મચારીએ તેમનો જન્મ દિવસ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ ઉજવ્યો. ખેરગામ તાલુકાના નિવૃત્ત લાઇબ્રેરી કર્મચારી અને શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ મંડળ સુરખાઇ ખાતે સેવા આપતા શ્રી દિનેશભાઈ પટેલ મૂળ વતન ખેરગામ બાવળી ફળિયા અને હાલ ખેરગામ નગીનદાસ નગરમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દીકરીઓ છે. જેમાં એક શિક્ષિકા (જેમના લગ્ન થયેલ છે), ઇજનેર અને એક ડોક્ટર છે. બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવનારી  ત્રણેય દીકરીઓને દિનેશભાઈ પટેલે માતા અને પિતા એમ બંનેનો પ્રેમ આપી દીકરીઓને ભણાવીને પગભર બનાવી છે. તેમને જીવનમાં થયેલ અનુભવના નિષ્કર્ષ રૂપે તેમણે તેમનો જન્મ દિવસ ધરમપુર તાલુકાની કરંજવેરી શાળાનાં દિવ્યાંગ બાળકો જોડે ઉજવ્યો હતો.  જેમાં તેમણે બાળકોને કપડાં અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આજે જન્મ દિવસની ઉજવણી પાછળ લોકો ખાસ્સો મોટો ખર્ચ કરતા હોય છે. જ્યારે દિનેશભાઈ પટેલ અને તેમની દીકરીઓએ જન્મ દિવસની ઉજવણીની વ્યાખ્યા બદલી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે આદિવાસી સમાજના નબળા બાળકોને શૈક્ષણીક સહાય માટે બનેલ સંક્લ્પ એજયુકેશન ગૃપમાં પણ અવારનવાર મદદરૂપ થતા...

ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભારીયા,જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,શ્રી શિવજી અને શ્રી જલારામ બાપાના સંયુક્ત મંદિરસ્થળની મુલાકાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ

Image
ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભારીયા,જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,શ્રી શિવજી અને શ્રી જલારામ બાપાના સંયુક્ત મંદિરસ્થળની મુલાકાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ આજરોજ ચીખલી તાલુકાના ઘેજ ગામે નાના ડુંભારીયા, જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,... Posted by Naresh Patel on  Wednesday, June 19, 2024

ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ.

Image
  ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના  પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ. આજરોજ તા.16/06/2024 ના દીને ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટેની પ્રાર્થના કરવામાં આવે છે અને આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો દ્વારા સમગ્ર ગામનાં  લોકો થઈને હવન કરવામાં આવશે.

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024 View this post on Instagram A post shared by Naresh Patel (@min.nareshpatel)