Posts

ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી.

Image
    ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી. ચરી તા.ચીખલીનાં રહેવાસી અને નવસારી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ડી.પટેલ તથા ગીતાબેન પટેલની દિકરી કૃતિકા પટેલે હાલ વર્ષ 2024માં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.  જે બદલ તેમનો પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરે છે. સમાજની દીકરીઓ જ્યારે ભણીગણીને આગળ આવે ત્યારે સમાજના દરેક માતાપિતા માટે ગર્વની બાબત ગણાય છે. ડૉ.કૃતિકા પટેલ અને પરિવારને હાર્દિક અભિનંદન             ભાઈ બહેનની જોડી ડૉ.કૃતિકા સાથે જય પટેલ 

Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન.

Image
   Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન. વિનોદભાઈ સિંદુરીયા(મું. સાંબા તા.મહુવા. જિ. સુરત) (નિવૃત્ત શિક્ષક )અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. તેઓ દિશા સંગઠનના પાયાના કાર્યકર છે.સદાય સમાજના હિતેચ્છુ શ્રી વિનોદભાઈ સિંદુરીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત.)ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાઈ),૫૧,૦૦૦,/ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ પરિવાર ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવારની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ સાંબા અને પરિવારે)સાચી મદદપણ કરી છે.સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.ભવ્ય સાંસ્કૃતિક ભવનના પાયામાં આપના પરિવાર તરફથી (,૫૧,૦૦૦/- એકાવન હજાર)નું દાન સમાજને ભામાશા બની અને ઉદારહાથે કરેલી મદદ બહુમુલ્ય યોગદાનને મુલ્ય

Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ.

Image
       Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ. ધોડિયા સમાજના ભાઈઓ ઉચ્ચ શિક્ષણનાં શિખરસર કરે એ આનંદ અને ગૌરવની વાત છે. મહેનત ખંત ઘગશ ને ઇચ્છાશક્તિ હોય તો શું શક્ય નથી ? બધુજ શક્ય છે.  આજના સમયમાં નવી પેઢી માટે કુ. ક્રિપલ સુરેશભાઈ પટેલ ચોક્કસ પ્રેરણાદાયક છે. (ઘણા વર્ષો બાદસમાજની આ પ્રતિભા ડાયરેકટ કલાસ - 1 ) બી.ઇ એમ. ટેક. (એન્વાયર્મેન્ટ) બાદ જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે આ અદભૂત બેજોડ સિદ્ધિ મેળવનાર આ વિસ્તારમાં ભાઈ ક્રિપલ પ્રથમ છે. આ સાથે (નોકરી એમને શોધતી આવી) હજી તેઓ વધુ આગળ કંઈક કરવાનું વિચારે છે. તા.૨૫-૩-૨૪ના દિને દિશા ધોડિયા સમાજની ટીમે અને વહેવલ ગામના યુવાનો સાથે એમના નિવાસસ્થાને મુલાકાત લીધી ત્યારે વિશેષ આનંદ એ વાત નો થયો કે ખૂબ સાધારણ પરિવારમાંથી આવી સિદ્ધિ કાબિલે તારીફ છે. ખુબ જ શાંત-સરળ-નિખાલસ સ્વભાવનાં ભાઈશ્રી ક્રિપલ અને પરિવારજનો સાથે સમાજની ટીમની શુભેચ્છા મુલાકાત યાદગાર રહી. સમગ્ર યુવાધન માટે અને સમાજને પ્રેરણાદાઈ વ્યકિતત્વનો ફરી સમાજ સંગઠન વતી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ શુભ શુભ કામનાં. Post co

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
              Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિવાય પણ નામી અનામી વ્યક્તિઓએ યોગદાન આપ્યુ

Mahuva (Vasarai) : સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન.

Image
        Mahuva (Vasarai) :  સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી  (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન. " દિશા" ધોડિયા સમાજ મું.પો.વસરાઇ (ગુજરાત વિભાગ ) " સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ " "સમાજ દિવ્ય છે." "સમાજ ભવ્ય છે." " આનંદની ક્ષણ " સ્નેહીશ્રી, દિનેશભાઈ આર.વહીયા, બિપિનભાઈ આર.વહીયા, સુધીરભાઈ આર. વહિયા (મું. બામણિયા તા.મહુવા.) અને માતૃશ્રી રમણીબેન વહીયા (નિવૃત્ત શિક્ષિકા) અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. સદાય સમાજના હિતેચ્છુ સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત) ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા ( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાયી) ₹૨,૫૧,૦૦૦,/ બે લાખ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ જન ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવાર ની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ બામણિયા અને પરિવારે)સાચી

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

Image
                Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર બ

સાહિત્ય મહોત્સવ સંમેલનમાં કુલીન પટેલે ધોડિયામાં કવિતા રજૂ કરી.

Image