Posts

Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે.

Image
      Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે. તારીખ 29-01-2024નાં દિને ચીખલી તાલુકાના ચિતાલી ગામ ખાતે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત  ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ધોડિયા સમાજના અતિ મહત્વના સ્થાનક અને શ્રદ્ધાના કેન્દ્રના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય  આપવા બદલ સમાજના આગેવાનોને નતમસ્તક રહી ધારાસભ્ય નરેશભાઈ પટેલે હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

Image
      Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે  ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના  યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા. તારીખ ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરનાં નાની વહિયાળ ગામે વકિલ અંકિત અને એકતાના લગન આદિવાસી સંસ્કૃતિ મુજબ યોજાયા હતા. જેમાં આદિવાસી પરંપરા રીતરિવાજ મુજબ વિધિ, આદિવાસી વાજિંત્ર તૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર પ્રિતેશભાઈ પટેલ, નિવૃત્ત બેન્ક કર્મચારી ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત ઈજનેર રાજુભાઈ પટેલ, આદિવાસી અગ્રણી સામજિક કાર્યકર કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

Republic day celebration 2024

Image
 

Khergam : ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Image
  Khergam : ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.  આપણો પ્રજાસત્તાક દિવસ આપણા અસ્તિત્વનો દિવસ છે. આજે ભારત એક હતું, આજે ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ દોહરાવવાનો છે. ચાલો આપણે બધા ભારતીયો આપણા અસ્તિત્વનો જયજયકાર કરીએ, ચાલો આપણે બધા ભારતીયો સમગ્ર વિશ્વમાં ભારત માતાનો જયજયકાર કરીએ. ધારાસભ્યશ્રી : નરેશભાઇ પટેલ

ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

     ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન.

Image
    Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન. ખેરગામ ઈલેવન પાંચ રનથી વિજેતા. બેસ્ટ બેટ્સમેન ઋતિક પટેલ જાહેર. ચીખલી તાલુકાના કલયારી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર છેલ્લા ૨૪ વર્ષથી ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોડિયા સમાજની ૧૭૨ ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલની અંતિમ મેચમાં ખેરગામ ઇલેવન અને સારણ ઈલેવન વચ્ચે ફાઈનલનો જંગ ખેલાયો હતો.  જેમાં ખેરગામ ઇલેવનની ટીમે પ્રથમ બેટિંગ કરી ૬ ઓવરમાં ૬૦નો ટાર્ગેટ સારણ ઇલેવનને આપ્યો હતો. સારણ ઈલેવન ૫૫ રન ઉપર સમેટાઈ જતા પાંચ રનથી વિજય મેળવી ખેરગામ ઇલેવન ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન ઋતિક પટેલ રહ્યો હતો.  જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા વિજેતા ટીમ અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ વિતરણ કર્યું હતું. ટૂર્નામેન્ટમાં ખેરગામ ઇલેવન ચેમ્પિયન બનતા ખેરગામ પંથકના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના

    વાંસદાવિધાન સભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.