દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે? આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય. એવાં જ છે એક વર્ષાબહેન પટેલ. વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ, ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે. તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવા...